AAP / ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે, જાણો.
આજે અમરેલી જિલ્લા ભાજપમાં આપ મોટું ગાબડું પડી શકે છે. અમરેલીના ભાજપના જૂના જોગી અને છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નેતાઓએ આજે બપોરે બે વાગ્યે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લખાણી એ આપ માં જોડાવાની જાહેરાત કરતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.
તેમને સોશિયલ મીડિયા ફેસબુક પર જાહેરાત કરી હતી કે, તેઓ મંગળવારે બપોરે બે વાગે સર્કિટ હાઉસ અમરેલી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો મહેશ સવાણી તથા અગ્રણીઓની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે.
સાથેની વાતચીતમાં તેઓએ ભાજપ સામે નારાજગી દર્શાવી હતી, અને પાર્ટી છોડવાનું કારણ ભાજપની છેલ્લા વર્ષોની તાનાશાહી નીતિથી ગણાવી હતી.તેઓ આજે મર્યાદિત કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરશે.
2022 ની ચૂંટણીનું તેમનું રક્ષણ રહેશે. તેમજ તેમને જણાવ્યું કે, બીજી તરફ ભાજપમાં જિલ્લાના પ્રમુખ 10 વ્યક્તિઓમાં મારું સ્થાન છે, પરંતુ મને પાર્ટીઓના કાર્યક્રમમાં બોલવામાં પણ નથી આવતો.
તેમજ હજારો કાર્યકરો ની હાલત પણ આવી જ છે. મારી પાર્ટીના નેતાઓને ખબર હોવા છતાં પણ કોઈ ધ્યાન દે તું નથી, તેઓ તેમણે આરોપ લગાવ્યો હતો.ભાજપમાં આજે ગાબડું પડી શકે તેવા એંધાણો નોંધાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર અને પ્રસાર શરૂ કરી દીધું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!