ભાજપ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર શબ્દબાણ, નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસ લાલધૂમ થશે..
કેવડિયા કોલોનીમાં ભાજપની પ્રદેશ કાર્યકારણી માં ઉપસ્થિત રહેલ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાક્ષીએ ગુજરાત કોંગ્રેસ પર શબ્દવેધી બાણ છોડી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.ગુજરાતના નર્મદા કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં છેલ્લા બે દિવસથી ચાલી રહી છે.
શુક્રવારે આ બેઠકના અંતિમ દિવસ છે. બેઠકના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસને ડાબા હાથે લેતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ નો ઇતિહાસ માંથી ભુલાવી દેવા નો કાર્યક્રમ કોંગ્રેસે કર્યો છે.
સરદારસાહેબ કોંગ્રેસ હતા.આમ છતાં કોંગ્રેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ સરકતા પણ નથી. કોંગ્રેસમાં આટલો બધો દ્વેષ હશે ? તેમ કહીને ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું છું કે પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી માં યોજી છે. ખરેખર તો આવી કાર્યકારણી બેઠક કોંગ્રેસે યોજવી જોઇએ.
દેશમાં મહાન નેતા ની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા માટે કોંગ્રેસે વડાપ્રધાન મોદીનો આભાર માનવો જોઈએ.ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી તરીકે રહેતા નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડીયા ના સાધુ બેટ પર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર થયું, ત્યારે તેઓ વડાપ્રધાન તરીકે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ના રાષ્ટ્ર લોકાર્પણ માટે આવ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!