2022 ની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, 16 થી 21 ઓગસ્ટ સુધી કરશે આ કાર્ય, આપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ હરકતમાં આવી છે. તેને તૈયારીઓ શરૂ કરી દીધી છે .ભાજપ ઇલેક્શન મોડમાં આવતાંની સાથે જ સરકારે નવ દિવસના કાર્યક્રમમાં સંગઠન માટે જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. આમ તેઓ દરરોજ કાર્યક્રમ યોજાય છે. જેમાં સરકારના મંત્રીઓ પણ સંગઠન ના કાર્યક્રમમાં જોડાશે.
ભાજપે કેન્દ્રીય મંત્રી ઓની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં ભાજપના તમામ કાર્યકરો જોડાયા છે. જેમાં 16 થી 21 ઓગસ્ટ સુધી જ આશિર્વાદ યાત્રા યોજાશે. ભાજપ મિશન 2022 ની તડામાર તૈયારીઓ શરૂ કરશે.
જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ જોડાશે. કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયા ની યાત્રા માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જવાહર ચાવડા. જ્યારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, કૌશિક પટેલ, કિશોર કાનાણી અને આર.સી.ફળદુ ,જોડાશે.
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ ની યાત્રા માં ગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા, ઈશ્વર પરમાર, ઈશ્વરસિંહ પટેલ અને રમણ પાટકર જોડાશે. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે દિલીપ ઠાકોર, બચુભાઈ ખાબડ, જોડાશે.
રાજ્ય સરકારના મંત્રીઓ પોતાના મતવિસ્તાર અને પ્રભારી જિલ્લાઓ પ્રમાણે યાત્રા માં જોડાશે. 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે, તેમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને અનેક કાર્યક્રમો યોજીને ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!