Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પાટીદાર સમાજના રીઝવવા માટે ભાજપની મોટી તૈયારી, કિંગમેકર તરીકે.. - GUJJUFAN

પાટીદાર સમાજના રીઝવવા માટે ભાજપની મોટી તૈયારી, કિંગમેકર તરીકે..

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લગતી રાજકીય કામગીરી ઝડપથી વધવા લાગી છે. ગરમીની સાથે સાથે હવે રાજ્યમાં રાજકારણનું તાપમાન પણ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર જે ભાજપ સતત 6 ચૂંટણીમાં જીત નોંધાવી રહ્યુ છે. હવે સાતમી વખત વિજય મેળવવાની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે 2022માં વિધાનસભાની ચૂંટણી જીતવી એ કોઈ મોટો પડકાર ઓછો નથી.

2017માં પહેલીવાર ભાજપનું રાજ્યમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર સમેટાઇ ગયું હતું. જ્યારે કોંગ્રેસ નું પ્રદર્શન છેલ્લા પાંચ વર્ષથી ચૂંટણીમાં સર્વશ્રેષ્ઠ રહ્યું હતું.

ગુજરાતમાં ભાજપને મજબૂત કરવા માટે મુખ્યમંત્રીની સાથે સાથે સમગ્ર મંત્રીમંડળના બદલવામાં આવ્યું છે. જેથી લોકોમાં રહેલી સત્તા વિરોધી લહેરમાં પણ ઓછી થઇ શકે.

આ વખતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે પણ પોતાની સાબિત કરવાનો મોટો પડકાર છે. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીકના માનવામાં આવે છે.

ભૂપેન્દ્ર પટેલ ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર ક્ષેત્રમાં આવતા ઘાટલોડિયાના ધારાસભ્યો છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે તેમનું નામ સંભવિત યાદીમાં પણ ન હતું.

આ જાતે જ ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરી ત્યારે પાટીદાર સમાજના નબળા પડી રહેલાં ભાજપને વધુ મજબૂત કરવાનો પડકાર હોવાનું નક્કી થયું હતું.

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપનું સંતોષકારક પ્રદર્શન ન હતું. એની પાછળ ઓગસ્ટ 2015 માં થયેલ પાટીદાર આંદોલન હોવાનું માનવામાં આવે છે.

હાર્દિક ની માંગ હતી કે, પાટીદારોને OBC નો દરજ્જો મળવો જોઈએ. આંદોલનને કારણે સરકારી નોકરી અને શિક્ષણમાં પાટીદારોને અનામત મળી હતી, આંદોલનની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *