Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપનો માસ્ટર પ્લાન / અલ્પેશ કથીરિયાને કરાવાશે ભાજપમાં એન્ટ્રી ! આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો... - GUJJUFAN

ભાજપનો માસ્ટર પ્લાન / અલ્પેશ કથીરિયાને કરાવાશે ભાજપમાં એન્ટ્રી ! આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો…

PAAS ના મુખ્ય બે ચહેરા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક ને ભાજપ તરફ લાવવા માટેની ભાજપની સ્ટટેજી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ જો સમર્થન મળે તો વરાછા કામરેજ કતારગામ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને લાભ થઈ શકે છે. આ ગણિતથી ભારતીય જનતા પાર્ટી સારી રીતે વાકેફ છે. તેથી પાસ નો મુખ્ય શહેરો અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માનવી અને ભારતીય જનતા પાર્ટી તરફ લાવવાનો પ્રયાસ કરશે.

સી.આર.પાટીલ પોતે સુરતના હોવાથી સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન ન થાય એ માટે તમામ રણનીતિઓ ને અમલમાં મુકીને રાજકીય વિજય હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવશે.

પાટીદારો ને રાજી કરવા માટે તમામ પ્રયાસો રાજ્ય સરકાર પણ કરી રહી છે. અને મુખ્યમંત્રીની પસંદગી પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.

ભારતીય જનતા પાર્ટી તમામ ચુંટણી ની અંદર ખૂબ જ પરિશ્રમ કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે.

અમારી રણનીતિ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સામે લડવા કરતાં લોકો સુધી પહોંચાડવાની છે. આમ આદમી પાર્ટી અમારી સામે કોઈપણ પ્રકારનો પડકાર નથી.

ગુજરાતની જે પેટા ચૂંટણી થઈ છે એમાં પણ અમે સર્વે જોયું છે લોકો આમ આદમી પાર્ટીને નકારી દીધી છે. સુરત શહેરના લોકોના પ્રશ્નોને વાંચા આપવા ભારતીય જનતા પાર્ટીએ કામ શરૂ કર્યું છે.

વિધાનસભાની ચૂંટણીમાં પણ સુરતની પ્રજા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખીને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આમ આદમી પાર્ટી ભાજપને નુકશાન ન કરે તે માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જેનો મુખ્ય મુદ્દો પાટીદાર અનામત આંદોલન સમિતિના રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *