ભાજપનો માસ્ટર પ્લાન / ગુજરાતની જનતાને આકર્ષવા માટે ભાજપે તૈયાર કરી મોટી રણનીતિ

રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં મોટી અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વગેરે પાર્ટીઓ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. એવામાં ભાજપ દ્વારા ચૂંટણી પહેલાં અનેક કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે. તેની સાથે પ્રદેશ ભાજપ તમામ વર્ગને ચૂંટણી પહેલા જ પોતાની તરફ આકર્ષવા માટેના પ્રયાસો હાથ ધરી રહી છે.

મહિલાઓ સાથે સીધો સંપર્ક સાધવા માટે ભાજપ અભિયાન છે. સુપોષણ અભિયાન અંતર્ગત ઘરે ઘરે જઈને બાળકોને પૌષ્ટીક આહાર વિશે સમજણ આપશે.

જ્યારે આગામી દિવસોમાં અભિયાન શરૂ કરવાનો નિર્ણય પ્રદેશ ભાજપે કર્યો હતો. અભિયાન ની જવાબદારી પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને ડોક્ટર સેલના પ્રમુખ ધર્મેન્દ્ર ગુર્જરને સોંપાયો છે.

સરકારમાંથી કુપોષણના ડેટા મંગાવી સુપોષણ અભ્યાસ કરશે. રાજ્યમાં જે વિસ્તારમાં સૌથી વધારે બાળકો કુપોષિત છે.

તે મુજબ આયોજન ભાજપે ઘડી રૂપરેખા આપી છે. પ્રથમ ત્રણ માસમાં સુપોષણ અભ્યાસ પૂર્ણ કરવાનો ભાજપ નો ટાર્ગેટ છે ડોર ટુ ડોર કેમ થાકી ગુજરાત ભાજપના નેતાઓ કાર્ય શરૂ કરશે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણી જીતવા માટેની રણનીતિ પણ તૈયાર થઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *