ભાજપનું મિશન 2022 / સાંસદો અને ધારાસભ્યો સાથે કેવડિયામાં કારોબારી બેઠક કરવામાં આવશે, આ મહત્વના નિર્ણયો લેવાશે..

આવતીકાલે કેવડિયા ખાતે ભાજપ પ્રદેશ કારોબારી બેઠક યોજાવાની જઈ રહી છે. કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળનારા બેઠક ત્રણ દિવસ સુધી ચાલનાર છે. જેમાં ભાજપના મંત્રીઓ તેમજ પદાધિકારીઓ સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકમાં સાંસદો મંત્રી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા સહિત મહેન્દ્ર ચૌહાણ, દર્શનાબેન જરદોશ તેમજ રાજ્યના તમામ સાંસદો પ્રદેશ હોદ્દેદારો ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.

મહત્વનું છે કે, કેવડિયા કોલોની ખાતે 1 થી 3 સપ્ટેમ્બર સુધી મળનારી આ કારોબારીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ ના હસ્તે ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું પણ લોન્ચિંગ કરવામાં આવશે, સાથે જ હોદ્દેદારોને 588 ટેબલેટ પણ આપવામાં આવશે.આ કારોબારીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં 2022 ના વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની છે. ત્યારે આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ અંગે મહત્વની ચર્ચા થઈ રહી છે. તેમજ સરકારના કામોને લઈને પ્રજા કેવી રીતે તેને લઈ ચર્ચામાં કરવામાં આવે તેવું પણ મનાઇ રહ્યું છે.

ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ ના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયામાં યોજાશે. જેમાં વિધાનસભાની ચૂંટણી અંગે નામ રોડમેપ પણ તૈયાર કરવામાં આવશે.

આ માટે તૈયાર પાર્ટી અધ્યક્ષતામાં મળનારી કારોબારીની બેઠક અને ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવશે.

જેમાં ભાજપના પદાધિકારીઓ પોતાના ખાનગી કારને બદલે ટ્રેન કે બસ થી આવવાનું સૂચન કરવામાં આવ્યું છે કે મહત્વનું છે કે, ભાજપની મરનારા કારોબારી બેઠક પ્રથમવાર પેપરલેસ હશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *