ભાજપ દ્વારા નખત્રાણા તાલુકામાં વિવિધ સેલની થયેલ વરણી માં સનિષ્ઠ કાર્યકરોને અવગણી ને સગાવાદ તથા પૈસાપાત્ર લોકો ને સુથાના આપતા તાલુકાના કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઇ રહી છે. ત્યારે આની વચ્ચે 200થી વધુ લોકો પાર્ટી છોડે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
હાલ નખત્રાણા તાલુકા ભાજપના યુવા ભાજપ કિસાન મોરચો, મહિલા મોરચો એવા વિવિધ મોરચાના હોદેદારો ની નવી ભરતીઓમાં કરવામાં આવી રહી છે. સાથે સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને લોકો પાર્ટી છોડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
જે વરણી ઓ મા ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને અવગણી ને નખત્રાણાના ભાજપ પ્રમુખ અને એક મહામંત્રી પોતાના સગા વ્હાલા અને પોતાના મિત્રો અથવા પોતાના બિઝનેસ પાર્ટનર નો સમાવેશ કર્યો છે, જેથી તાલુકાના, ગામડાના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઇ રહી છે.
કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, પાર્ટીના આદેશ પ્રમાણે ઓનલાઇન સભ્યો બુથ સમિતિઓ, પેજ સમિતિઓ, ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને વિવિધ કાર્યક્રમોમાં જોડાઈ પાર્ટીની કામગીરી કરે છે, છતાં અસંખ્ય કાર્યકરો અને ભાજપ પ્રમુખ અન્યાય કરી રહ્યા છે.
જેથી કરીને પાર્ટીના 200 સક્રિય કાર્યકરો ના પ્રમુખ પાર્ટીના હોદ્દેદારો નકારાત્મક વલણથી ટૂંક સમયમાં રાજીનામું આપશે એવું પણ જણાઈ રહ્યું છે. અને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, તે આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે. ભૂતકાળ તાલુકા પંચાયતની ચૂંટણી માં એમના જ ગામના અપક્ષના ઊભી રહી નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખને હરાવેલ તે વ્યક્તિને નખત્રાણા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખની વરણી કરાયેલી છે.
તાલુકા ભાજપ પ્રમુખ નામ લોકોને જયારે ભાજપના કાર્યક્રમમાં જોયા પણ નથી, તેવા લોકોને સંગઠનના મોરચામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે તેઓ રાજીનામું પણ આપી શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!