ભાજપની તૈયારી / ચૂંટણી માટે ઉમેદવારોની કરાઇ જાહેરાત, નારાજ નેતાઓ માં હલચલ..

આ વર્ષે યોજાનારી રાજ્યસભાની દ્રીવર્ષીય ચૂંટણી માટે ભાજપે ચાર રાજ્યોના તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહ શુક્રવારે કહ્યું કે આસામથી પવિત્રા માર્ગરિટા, હિમાચલ પ્રદેશના ડોક્ટર સિકંદર કુમાર, નાગાલેન્ડના એસ ફાગનોન કોનિયક અને ત્રિપુરાના ડોક્ટર માણેક શાહ પસંદગી કરવામાં આવી છે.આ સાથે પાર્ટી પશ્ચિમ બંગાળમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી અને બિહાર અને મહારાષ્ટ્રમાં વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર કર્યા છે.

ભાજપે બંગાળના લોકસભા સીટ પરથી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે તે જ સમયે વિધાનસભા માંથી પણ ઉમેદવારો બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચાર /

આગામી દિવસોમાં ખાતરના ભાવમાં મોટો વધારો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં અસર જોવા મળી રહી છે પહેલા ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા વચ્ચે આજે રાજકોટ ખાતે ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ ના પ્રમુખ દિલીપ સંઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતા સંકેતો આપ્યા હતા કે આગામી દિવસોમાં ખાતરના ભાવમાં મોટો વધારો આવી શકે છે.

તેમને જણાવ્યું હતું કે 2014માં ખાતર ઉપર થી 13 હજાર કરોડની સબસિડી આપવામાં આવી હતી. જેની સામે ગત વર્ષે સરકારે કોઈ 35 લાખ કરોડની સબસિડી સરકારે ખેડૂતોને આપી છે.

આવું ફરી એકવાર ખાતરના ભાવમાં વધારો થવાના એંધાણ વર્તાય ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. મહત્વનું છે કે, રસિયા વિશ્વના એમોનિયમ નાઈટ્રેટ ના બે તૃતીયાંશ નું ઉત્પાદન કરે છે.

જે આ વિશ્વમાં તેનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. તેના પુરવઠામાં વિક્ષેપના કારણે વિશ્વભરમાં પાકોનું ઉત્પાદન મોંઘું થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *