Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપનું ભરતી અભિયાન શરૂ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો... - GUJJUFAN

ભાજપનું ભરતી અભિયાન શરૂ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો…

ગુજરાત વિધાનસભા 2022 ને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ ભરતી પ્રક્રિયા શરૂ કરવાના મૂડમાં આવી ગઈ છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓ રડાર પર છે. યુપી સહિત 4 રાજ્યોમાં રાજતિલક ની તૈયારી થવા લાગી છે. હવે ગુજરાતમાં પણ ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. ગુજરાતની જનતા વચ્ચે બે વર્ષ બાદ પ્રથમ વખત પીએમ મોદી રોડ શો કરી રહ્યા છે.

બીજી તરફ પાર્ટીના પંચાયતમાં સંમેલનમાં તેઓ સંબોધન કરશે. એટલે કે આજથી જ ગુજરાત વિધાનસભા 2022 નું બ્યુગલ ફૂંકાઇ જશે. ત્યારે હવે આ પરિણામો જોતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા માટે રાજકીય પાર્ટીઓએ કમર કસવાની શરૂઆત કરી દીધી છે.

ભાજપનું ભરતી મિશન શરૂ થઈ ગયું છે. જેમાં ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પગારદારો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે હવે ભાજપે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓને વેલકમ કરવા માટેનું મિશન શરૂ કર્યું છે.

કોંગ્રેસના અગ્રણીઓ અને ધારાસભ્યોના નામ પર બેન્ચમાર્ક રેડી કરવામાં આવ્યો છે. જામનગર ગીર સોમનાથ રાજકોટ કોંગ્રેસના ધારાસભ્યો રડાર છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર દ્વારકાના કોંગ્રેસના ધારાસભ્યો પર ભાજપની નજર માં છે. પાંચ રાજ્યના પરિણામ જોતા અને કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હવે તો રાજકીય પાર્ટીઓમાં રીતસર ખેંચાણી શરૂ થશે જ પરંતુ અન્ય રાજકીય પક્ષોએ પણ ભરતી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *