ભાજપનું શક્તિ પ્રદર્શન / અગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને દોઢ લાખથી વધુ જનપ્રતિનિધિ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન અને સ્નેહ મિલન થી શરૂઆત કરાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 11 માર્ચ 2020 ના રોજ અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાત રાજ્યના ગ્રામ પંચાયત થી શરૂ કરીને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટાયેલા દોઢ લાખથી વધુ જનતા અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાસંમેલન નિમિત્તે એસટી વિભાગની 6 હજાર બસો દોડશે. કોઈપણ પ્રકારની અગવડતા ન સર્જાય તે માટે સરકારે 6 હજાર બસોની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

બીજી તરફ રાજ્યના તમામ તાલુકા માંથી નેતાઓ સાથે અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચવાનું કહી દેવામાં આવ્યું છે.

સાથે સાથે કોઈ બસ ક્યાંક દિશાથી ભટકી ન જાય તે માટે બસો માં GPS ની સુવિધા સિસ્ટમનું સજ્જ હશે. આ ઉપરાંત તમામ બસોમાં પંચાયત વિભાગના એક અધિકારીઓ હાજર રહેશે.

તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે રાજ્યમાં 33 જિલ્લા અને 216 થી વધુ તાલુકા પંચાયતના ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં 12 માર્ચ ગુજરાત ખેલ મહાકુંભ પણ યોજાવાનો છે.

આ મહાકુંભ નો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં કરવામાં આવશે. ખેલ મહાકુંભ ને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

અને બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરો સહિત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સ્ટેડિયમની મુલાકાત લઇ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *