મોતનો કૂવો બન્યો બોટાદનું તળાવ એક સાથે પાંચ બાળકોને આવી ગયું મોત… પરિવારના આક્રંદ ચારે બાજુ છવાયો હાહાકાર
Botad’s lake became a well of death: ગુજરાતના બોટાદ શહેરમાં શનિવારે કૃષ્ણસાગર તળાવમાં પાંચ કિશોરો ડૂબી જવાથી મોત થયા હતા. બે કિશોરો તળાવમાં નહાવા ગયા હતા. ઊંડા ઉતરી ગયા અને ડૂબવા લાગ્યા હતા. બંનેની ચીજો સાંભળીને કાંઠે બેઠેલા અન્ય ત્રણ છોકરાઓ એક પછી એક તળાવમાં બચાવવા કુદી પડ્યા હતા. ( Botad ) આ રીતે પાંચેયના ડૂબી જવાથી મોત થયા હતા. મળેલ માહિતી અનુસાર તમામ મૃત કિશોરોની ઉમ્ર 13 થી 17 વર્ષ વચ્ચે છે. તમામ એક જ વિસ્તારમાં રહેવાવાળા રહેવાસી હતા.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અધિકક્ષ, ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ટીમ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડ એ લગભગ દોઢ કલાકની જહેમત બાદ પાંચે મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર તમામ બાળકો મહમદનગર વિસ્તારમાં રહેતા હતા. મૃતક કિશોરો માં એક જુનેદ અલ્તાફ કાઝીના પરિવારે જણાવ્યું કે તેમાંથી કોઈને તરવાનું આવડતું ન હતું. પાંચેય બાળકોના પરિવારજનો બપોરે ત્યારે ઘરેથી બહાર નીકળી ગયા તેની ખબર પડી ન હતી.
અકસ્માતના લગભગ એક કલાક પહેલા પાંચે કિશોર નજીકમાં જ એક દુકાનની બહાર બેઠા હતા. પાંચેય મિત્રો હતા અને અવારનવાર તળાવના કિનારે ફરવા જતા હતા.
મળેલી માહિતી અનુસાર મૃતક યુવક ના નામ આ મુજબ છે અહેમદ ઉર્ફે ભાવેશ વાઢવાણિયા ઉમર 16 વર્ષ, અશરફ ઉર્ફે રમત વાગવાનિયા ઉંમર વર્ષ 13, જુનેદ અલતાફ કાઝી ઉંમર વર્ષ 17, અસદ આસિફ ખંભાતી ઉંમર વર્ષ 16 ,અને ફૈઝાન ઉંમર વર્ષ 16.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!