કુંવરજી બાવળીયા દ્વારા, આ નવા કાર્યક્રમો આયોજિત કરી સમાજને…

જસદણના ભાડલા ગામે પોષણ માસની ઉજવણી અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા 0 થી 5 વર્ષના બાળકોના71 આધાર કાર્ડ ઇસ્યુ કરાયા.

કુપોષણ નાબૂદી અને પોષણયુક્ત શુદ્ધ આહાર સ્વાસ્થ્ય બાળના ઉદ્દેશ સાથે સમગ્ર દેશ રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.

રાજકોટ ICDS દ્વારા આયોજિત કાર્યક્રમમાં આજે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે જસદણના તાલુકાના ભાડલા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા હતા.

મંત્રીના હસ્તે સગર્ભા બહેનોને રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સેતુ ના ભાગરૂપે 0 થી 5 વર્ષના 71 બાળકના આધાર કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. અને ઉજવણી અંતર્ગત કઠોળ અને વિતરણ કરવામાં આવ્યું હતું.

મંત્રીએ બાળકો માતાઓ અને કિશોરીઓ પર આંગણવાડીના લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ પોષણયુક્ત આહાર વિતરણ જનજાગૃતિ સહિતના રાજકોટ જિલ્લા ICDS કામગીરીની વિગતો જાણી સમગ્ર તેમની કામગીરીની પ્રશંસા કરી પ્રોત્સાહિત કરી હતી.

આ કાર્યક્રમમાં ઓફિસ જીજ્ઞાશા બેન દવે બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશી તેમજ ભાડલા ગામના આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *