વિશ્વ બજારમાં એરંડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવમાં એક સાથે જંગી ઉછાળો

આજે એરંડા ના ભાવ ભુકા બોલાવતી તેજી જોવા મળી રહી છે. એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં એરંડાના સરેરાશ ભાવ 1300 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 1396 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દિવસે ને દિવસે એરંડાના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે. જામનગરના માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1175 રૂપિયાથી લઈને 1310 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જેતપુરના માર્કેટ યાર્ડના એરંડા નો ભાવ 1315 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 1426 રૂપિયા બોલાવી રહ્યો છે. ધોરાજી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1306 રૂપિયાથી લઈને 1381 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે દરેક માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થતા એરંડાના ભાવ ખેડૂતોને પોષણક્ષમ મળ્યા છે.

વિસાવદરના માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1285 રૂપિયાથી લઈને 1361 રૂપિયા બોલાયા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના એરંડા ના ભાવ 1363 રૂપિયાથી લઈને 1400 રૂપિયા પહોંચી ગયા છે.

કાલાવડના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1200 રૂપિયાથી લઈને 1323 રૂપિયા પહોંચી ગયા છે. જેતપુરના માર્કેટમાં એરંડાના ભાવ 1361 રૂપિયાથી લઈને 1426 રૂપિયા બોલી રહ્યા છે.

અમરેલી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1100 થી લઈને 1355 રહ્યા છે. બોટાદના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1310 રૂપિયાથી લઈને 1340 રૂપિયા બોલાઇ રહ્યા છે. ભુજના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1273 રૂપિયાથી લઈને 1390 પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *