એરંડાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટી, ભાવમાં એક સાથે ધરખમ વધારો

એરંડાના ભાવ લઈ ને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1251 રૂપિયાથી લઈને 1390 રૂપિયા સુધી બોલી રહ્યા છે. જામનગરના માર્કેટમાં એરંડાના ભાવ 1200 રૂપિયાથી લઈને 1371 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાવરકુંડલાના માર્કેટમાં એરંડાના ભાવ 1200 રૂપિયાથી લઈને 1352 રૂપિયા ને પાર પહોંચી જતા સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

ઉપલેટાના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ બજાર 1250 રુપીયા થી લઈને 1381 રૂપિયા પહોચી ગયા છે. આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે.

જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં એરંડાના ભાવ 1250 રૂપિયાથી લઈને 1375 રૂપિયા લઈને પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબીના માર્કેટમાં એરંડાના ભાવ 1190 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળ્યો છે. રાધનપુરના માર્કેટમાં એરંડાના ભાવ 1370 રૂપિયાથી લઈને 1407 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

થરાદ માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1405 થી લઈને 1415 રૂપિયા પહોંચી ગયો છે. કોડીનાર માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1100 રૂપિયા લઈને 1376 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *