મમતા બેનરજીએ અમિત શાહને ચેલેન્જ આપતા કહ્યું કે, હિંમત હોય તો….

કોલસા કૌભાંડમાં ૬ સપ્ટેમ્બરે હાજર થવાનું તરફથી સમન મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું કે, TMCને ત્રિપુરામાં પણ વિજય મળવાનો છે, અમિત શાહ માં તાકાત હોય તો એને રોકી બતાવે.એક કાર્યક્રમને સંબોધિત કરતા અભિષેક બેનર્જીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ઇડી અને સીબીઆઇ દ્વારા અમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પરંતુ અમે ભયભીત થવાના નથી. તેમણે કહ્યું કે ઇડી અને સીબીઆઇને અમારી પાછળ લગાવી દેવામાં આવી છે. અમિત શાહને પડકારતા તેમણે કહ્યું કે, કોઈ માના લાલ માં હિંમત હોય તો અમને રોકી દેખાડે.

આ બંગાળની માટી છે, અહીં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જેવી હસ્તીઓ પેદા થઈ છે.સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ભાજપ અમારી સામે કેન્દ્રીય એજન્સીઓ નો ઉપયોગ કરી રહ્યો છે.

પોતાની સામે રાજકીય લડાઇ લડવાનો પડકાર આપતા મમતાએ જણાવ્યું કે, તમે શા માટે અમારી સામે નો ઇડી ઉપયોગ કરી રહ્યા છો, તમારા પ્રહારની સામે અમે આકરો જવાબ આપીશું.

તમને લડતા આવડે છે. અમને ગુજરાતના ઇતિહાસની ખબર છે. મમતાએ કહ્યું કે, કોલસા કૌભાંડમાં ભ્રષ્ટાચાર બદલ ટીએમસી સામે આંગળી ઉઠી શકે તેવું કોઈપણ કારણ નથી.

આ કેન્દ્ર સરકારનું કૌભાંડ છે, તેના મંત્રીઓ નું શું. બંગાળના આસનસોલ પ્રદેશમાં કોલસાની ખાણોની લૂંટ ચલાવનાર ભાજપ નેતાઓની સામે શું પગલાં ભરશો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *