આગામી વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના સંગઠનમાં ટૂંક સમયમાં ઘણાં ફેરફારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ અને જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીને વધારે મોટી ભૂમિકા મળી શકે છે.
ચૂંટણી વ્યુંકાર પ્રશાંત કિશોર અને પક્ષમાં લાવી શકે છે .પક્ષના નેતાઓએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, યુવા નેતાઓને મહત્વના હોદ્દા મળી શકે છે, અને ગુલામ નબી આઝાદ અને સચિન પાયલોટ ને વધારે મહત્વની ભૂમિકા મળી શકે છે.
પ્રિયંકા ગાંધી દિલ્હી પરત ફર્યા પછી આ પ્રક્રિયા વધુ ઝડપથી બનશે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, પક્ષનું એક જૂથ પ્રિયંકા ગાંધી એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસ જેવા પક્ષના સંગઠનમાં વધારે સક્રિય ભૂમિકા ભજવે તેવી છે.
પ્રશાંત કિશોર લાગે વળગે છે ત્યાં સુધી એક જૂથ કોંગ્રેસમાં જોડાય તેમ ઈચ્છે છે, અને બીજું જૂથ તેમણે કોંગ્રેસ સાથે આગામી કેટલાક મહિનાઓ સુધી સતત કામગીરી કરે તેમ ઈચ્છે છે.
જેથી પક્ષની પોલિટિકલ મેનેજમેન્ટ સ્ટાઇલ સમજી શકાય. આમ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!