Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ અચાનક પહોંચ્યા દિલ્હી, રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ.. - GUJJUFAN

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ અચાનક પહોંચ્યા દિલ્હી, રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ..

મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે. 24 જૂન એટલે કે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી જવાના છે. સવારે બંને નેતાઓ દિલ્હી પહોંચશે મહત્વનું છે કે, NDA ના રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર નું નામ જાહેર કર્યા બાદ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દિલ્હી જવાના છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ભાજપના સક્રિય નેતાઓ સાથે બેઠક કરશે. ગુજરાત વિધાનસભાને માંડ 5 મહિના રહી ગયા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. મળતી માહિતી અનુસાર દિલ્હીમાં અનેક દિગ્ગજ નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર રાજકારણ ગરમાયુ છે. ત્યારે તેની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દિલ્હી પહોંચ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.

તેમ-તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ પાર્ટીઓ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. આગામી ચૂંટણી જીતવા માટે કમર કસી ને રણનીતિ અને બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે.

ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના ખેડૂતો એક્શન મોડ માં જોવા મળી રહ્યા છે. ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશ ન આપવા માટેની ચીમકી ઉચ્ચારી છે. આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે

તેમ તેમ રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષો દ્વારા કમર કસીને પોતાની વોટબેંક મજબૂત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 2022 મિશન પૂરું પાડવા માટે નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *