મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણી કરવા જઈ રહ્યા છે, સૌથી મોટું કામ..

ગુજરાત સરકાર જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અમલીકરણ ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ માટેની રોડમેપ સંદર્ભ રાજ્યની તમામ યુનિવર્સિટી કુલપતિ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના અધ્યક્ષતામાં તેના નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી. ભુપેન્દ્ર પટેલ બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટીના કુલપતિ ને સંબોધતા કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સચોટ અમલીકરણથી ગુજરાતનો વૈશ્વિક સ્તરે જ્ઞાન ની મહાસત્તા બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપન કરવાનું છે.

મુખ્યમંત્રી ઉપસ્થિત યુનિવર્સિટીના કુલપતિ સાથે તેઓએ બેઠકમાં ચર્ચા કરી હતી અને ગુજરાતનું શિક્ષણ વધુ સારું બને તે માટે તેઓ આગામી સમયમાં પગલાં લેવા પણ કહ્યું છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ભાવિ માટે અગત્યનું પરિબળ સાબિત થશે.

શિક્ષણની માત્ર સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન નહીં પણ સાથે સાથે ઉચ્ચ સ્તરીય તાર્કિક અને સમસ્યા સમાધાન સંબંધિત વિકાસ થવો જોઇએ તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રત્યેક વિદ્યાર્થીઓને ભાર પૂર્ણ આવકાર મળે તેની વ્યક્તિગત કાળજી લેવાય અને શૈક્ષણિક વાતાવરણ હોય જ્યાં તમામ વિદ્યાર્થીઓ ને શીખવા માટે વિવિધ પ્રકારના અનુભવો ઉપલબ્ધ કરવામાં આવતા હોય તે જરૂરી છે.

અને આ બધું પ્રાપ્ત કરવું એ પ્રત્યક્ષ શૈક્ષણિક સંસ્થાનું લક્ષ્ય હોવું જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *