મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક, લીધા આ મહત્વના નિર્ણયો..
ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યાની સાથે જ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લાના શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાન પટેલે જામનગરના કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને મદદ સ્થળાંતર કરવા માટે સૂચના આપી હતી.
તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી ડેમની જળ ની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એનડીઆરએફની ત્રણ ટીમ રાજકોટ અને બે ટીમ જામનગર માટે ભાટીડા થી મંગાવવાની વ્યવસ્થા કરવા તંત્ર વાહકોને સૂચના આપી હતી.
શપથ વિધિ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સીધા મુખ્યપ્રધાન કાર્યાલય પહોંચ્યા હતા, અને મુખ્યપ્રધાન નો કાર્યભાર સંભાળ્યા બાદ તરત જ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
મુખ્યપ્રધાન એટલે પોતાના શપથ ગ્રહણ પહેલા પણ જામનગરમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતી અંગે તેમને જામનગર વહીવટી તંત્રને સૂચના આપી હતી.
જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે અસર પામેલા ત્રણ ગામો અને પાણીમાં ફસાયેલા લોકોને તાત્કાલિક મદદ તેમજ સહાય માટે અન્ય સ્થળે ખસેડવામાં અને એ લિફ્ટની વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરીને સૂચના આપી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!