મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લેતા પહેલા જ કર્યું એવું કામ કે, ચારે બાજુ થવા લાગી ચર્ચા..

રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની ગઈકાલે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તેઓએ ગઈકાલે સાંજે રાજભવન જઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સમગ્ર રાજ્યમાં તેમના નેતૃત્વ ની નવી સરકારની રચના માટે દાવો કરતો પત્ર સુપરત કરી દેવામાં આવ્યો હતો. ભુપેન્દ્ર પટેલ એશિયન તરીકેની શપથવિધિ આજે બપોરના 2:20 વાગ્યે રાજભવનમાં યોજાશે.

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના શપથ લેવા જતાં પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી પૂજા કર્યા, પછી તેઓ સીધા જ થલતેજના સાંઇબાબા મંદિરમાં દર્શન કરી. સુધારા સર્કલ નજીક નીતિન પટેલના ઘરે તેમના આશીર્વાદ લેવા ગયા હતા. નીતિન પટેલ જણાવે છે કે, હું ભુપેન્દ્ર પટેલ ની સાથે છું તેવો મારા જૂના તેમજ નિકટના મિત્ર છે.

સામાજિક રીતે અમે નજીક છીએ. તેમને માર્ગદર્શનની જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ. આજના શપથ ગ્રહણ સમારંભમાં ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત કર્ણાટક, ગોવા અને આસામના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

ગુજરાતના નવા નિમણૂક પામેલ સીએમ ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદની અસર પામેલ ત્રણ ગામમાં તેમ જ પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી ને સલામત સ્થળે ખસેડવા

તથા એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાતચીત કરીને સૂચનાઓ આપી દેવામાં આવી છે.કમલમ થી જ નવા મુખ્યમંત્રી અને સરકારી ગાડી નો કાફલો મળી ગયો હતો.

આ પ્રસંગે રૂપાણીના ઉપરાંત પાર્ટીની કેન્દ્રિય નિરીક્ષકો, ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોષી તથા ભાજપના પ્રદેશ અગ્રણીઓ સાંસદો હાજર રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *