મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે, આ મહત્વના મુદ્દે કરી ચર્ચા
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ પાટીદાર મુખ્યમંત્રી બનતા ગઈકાલે પાટીદાર સમાજના અગ્રણીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાતે ગયા હતા, અને તેમાં સમાજ ઉપયોગી ચર્ચા થઈ હતી ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં લેઉવા કડવા પાટીદાર અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ વચ્ચે બેઠક થઇ હતી. અને મહત્વના મુદ્દા પર વાતચીત અને ચર્ચા થઈ હતી.
ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર ધારાસભ્ય ઉપેન્દ્ર પટેલ યુક્ત પછી ગઈકાલે પાટીદાર સમાજના આગેવાનોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત પછી ખોડલધામ ના નરેશ પટેલ મીડિયા સાથે વાતચીત કરી હતી. અને તેમને જણાવ્યું હતું કે શુભેચ્છા મુલાકાત અને માતાજીના દર્શન આવવા માટે આમંત્રણ આપ્યું છે.
આગામી દિવસોમાં એક કમિટી તમને મળશે. આંદોલનના કેસો પરત ખેંચવા નું મુખ્ય મુદ્દો છે. ઓબીસીમાં સમાવેશ અંગે કોઈ ચર્ચા નથી. અમારી બંને સંસ્થાઓ સાથે મળીને ચર્ચા કરશે.
ગઈકાલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર સમાજની બંને સંસ્થાના આગેવાનો નરેશ પટેલ ઉમિયા ઊંઝાના મણિભાઈ, બાબુ જમના પટેલ ,સીદસર મંદિર ના જયરામ પટેલ, ઊંઝા મંદિર તરફથી દિલીપ નેતા, સોલા ઊમિયા કેમ્પસના વાસુદેવ પટેલ,
સોલા ઊમિયા કેમ્પસના રમેશ દૂધવાળા અને ખોડલધામના દિનેશ કુંભાણી મુલાકાત કરી હતી. નોંધનીય છે કે વિજય રૂપાણી અચાનક રાજીનામું આપતા ગુજરાતના નવા મુખ્યમંત્રીનો પદભાર પાટીદાર નેતા અને અમદાવાદના ઘાટલોડિયા ના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને આપ્યો છે.
તે પહેલાં જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજના મુખ્યમંત્રી બને તેવી માંગણી ઊઠી હતી. પાટીદાર સમાજ દ્વારા પણ તેમણે મુખ્યમંત્રી હોય તેવી માંગણી કરવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!