મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમાજના અગ્રણીઓ સાથે કરી બેઠક, રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ
CM ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના નેતાઓ સાથે મુલાકાત સાંજે છ વાગ્યે ગાંધીનગર ખાતે મુલાકાતે આવશે. ગુજરાત 2022 ની ચૂંટણીની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજના બનાવવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના વડાઓને મળવાના છે.
સાંજે છ વાગ્યે તેઓ ગાંધીનગરમાં પાટીદાર સમાજના નેતાઓને મુલાકાત લેવાના છે. આ મુલાકાત ભાજપ તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ઘણી ખાસ રહેશે.
કારણકે આ મુલાકાતની અસર આવનારી ચૂંટણી પર જોવા મળી શકે છે. તેમ ભુપેન્દ્ર પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજને ફરી એકવાર મંચ પર ભેગા કરવા છે.
આ મુલાકાત પાટીદાર સમાજના ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે મુખ્યમંત્રી મુલાકાત લેશે. જેમાં ખોડલધામ તેમજ ઉમિયાધામ અને આગેવાનો સાથે તેઓ મુલાકાત લેવાના છે.
સમગ્ર મુદ્દે પાટીદાર સમાજમાં અત્યાર સુધી મળેલી બેઠકોને લઇને વાતચીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે 6 વાગે ગાંધીનગરની બેઠક યોજાવાની છે.
જેમાં પાટીદાર સમાજના આગેવાન સહિત ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડા સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે.
જેમાં તેઓ ખોડલધામ ના નરેશભાઈ, ઊંઝા ઉમિયા ધામ ના મણીભાઈ, ઊંઝા મંદિર ના દિલીપભાઈ, સોલા ઊમિયા કેમ્પસના વાસુદેવ પટેલ અને ખોડલધામના દિનેશકુમાર ની સાથે મુલાકાત કરવાના છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!