જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો મોટો નિર્ણય.
સમગ્ર દેશમાં મહામારીની સ્થિતિ એ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ હતી મહામારી ના કારણે કેટલાય લોકો મોતને બેટી ચૂક્યા છે અને કેટલાય લોકો પૂરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધા ને કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે જ્યારે આવા સમયમાં મહામારીની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ લોકો પીડાઇ રહ્યા છે.
સાથે સાથે હવે ગુજરાતમાં મહામારી ના કેસ ધીમેધીમે ઘટી રહ્યા છે. રોજગાર અને ધંધા બજારો ખુલવા લાગ્યા છે. સાથે-સાથે કેટલાય હરવા ફરવા વાળા લોકો મોજ કરી રહ્યા છે.
આવી સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે મહામારીની ત્રીજી રહે ને આમંત્રણ આપી રહ્યા હોય. મહામારી ના સમયમાં જનતા ને ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન નહીં કરે તો ફરી એકવાર ગુજરાતની જનતાને નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ ઉજવવી પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, દેશભરના કેટલાક રાજ્યોમાં મહામારી ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. જેને કારણે દેશમાં નોંધાતા દરરોજ કેસની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. તેવામાં રાજ્યમાં જો મહામારીનું સંક્રમણ ફેલાશે તો રાજ્ય સરકાર નિયંત્રણો ફરી કડક કરી દેશે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, રાજ્યમાં મહામારી ના કેસ ધીમેધીમે ઘટી રહ્યા છે.
તેથી નિયંત્રણ અને હળવા કરવામાં આવ્યા છે જો રાજ્યમાં મહામારી ના કેસ વચ્ચે તો નિયંત્રણ ફરીથી લગાવવા સિવાય કોઈ રસ્તો નથી.આગામી સમયમાં રાજ્યમાં જન્માષ્ટમી, ગણેશોત્સવ, રક્ષાબંધન, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. અને જો જોવા જઈએ તો છેલ્લા દોઢ વર્ષથી પ્રતિબંધોને કારણે તહેવારોની ઉજવણી થઇ શકી નથી, હાલમાં ગુજરાત રાજ્યમાં મહામારી ના કેશ કાબૂમાં આવી રહ્યા છે, તો બીજી બાજુ સમગ્ર વિશ્વમાં મહામારીને ત્રીજી લહેર શરૂ થવા લાગી છે. જો આવા કપરા સમયમાં જનતા મહામારી નિયમનું પાલન નહીં કરે તો ફરી એકવાર કડક નિયમો લાગુ કરવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!