સંસદમાં સતત થઈ રહેલા હોબાળાને કારણે બુધવારે સવારે જ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ ભાવ થઈ ગયા હતા. અને સંશોધનની કામગીરી ને વખોડી હતી, સાથે ટીકા કરી હતી. તેમની આ ટકોર છતાં સાંજે સાંસદોએ રાજ્યસભામાં તોફાન મચાવ્યું અને હોબાળો કર્યો. તેમજ લોકશાહીની ગરીમા ના ધજાગરા ઉડાડી દીધા. હોબાળા અંગે વિપક્ષો દ્વારા આરોપ મૂકવામાં આવ્યા છે કે, રાજ્ય સભામાં તેમના મહિલા સાંસદો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
માર્શલો દ્વારા તેમની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી. આ મુદ્દે એનસીપીના વડા શરદ પવારે પણ ગંભીર આરોપો મૂક્યા હતા તેમને જણાવ્યું હતું કે, રાજ્યસભામાં બુધવારે છે બન્યું તે ક્યારેય જોયું કે કલ્પ્યું નહોતું.
તેમને જણાવ્યું કે, ચાલીસ જેટલા બહારના પુરુષો અને મહિલાઓ સંસદમાં ઘૂસી આવ્યા અને મહિલા સાંસદો સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા તેમની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી.
મારી ૫૫ વર્ષની સંસદીય રાજકીય કારકિર્દીમાં સંસદમાં આવી ઘટના મેં ક્યારેય જોઈ નથી આ ખૂબ જ દુઃખદ બાબત છે આ ઘટનાની લોકશાહી ઉપર ક્રૂર આઘાતમાં છે.
બીજી તરફ કોંગ્રેસના મહિલા સાંસદોએ આરોપ મૂક્યો હતો કે પુરુષ માર્શલ લો દ્વારા તેમની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી તેમજ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો આ ઘટના માર્શલલોબીજી તરફ વ્યાપક હોબાળા વચ્ચે રાજ્યો અને પોતાની અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરવાની સત્તા અપાતા 127 માં બંધારણીય સુધારા ખરડા રાજ્ય સભા એ બુધવારે મંજૂરીની મહોર મારી દેતા હવે રાજ્ય પોતાની ઓબીસી યાદી તૈયાર કરી શકશે.
રાજ્યસભામાં વિપક્ષના સાંસદો દ્વારા ઉગ્ર ધમાલથી ગૃહ ના અધ્યક્ષ નાયડુએ બુધવારે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, ગૃહ ના અધ્યક્ષ તરીકે લોકશાહીના મંદિરની પવિત્રતા ભ્રષ્ટ કરતા વિપક્ષી સાંસદોના કૃત્યોની અસરો અંગે કલ્પના કરીને મને ભય લાગી રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!