CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મોટો આદેશ / નવા મંત્રીઓનું આ કામ નહીં ચલાવી લેવામાં આવે
ગુજરાતની નવી સરકાર ના મંત્રીમંડળ ના શપથ બાદ હવે સરકારે એક્શનમાં આવી છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ નવનિયુક્ત મંત્રીઓને આદેશ આપ્યા છે. રાજ્યના નવા નિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને આગામી 15 દિવસ સુધી ગાંધીનગર છોડવાની તાકીદ કરી છે. એટલું જ નહીં મંત્રીઓના વિભાગના અધિકારી સાથે બેઠક કરવા પણ સૂચના આપી દીધી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આદેશ કરતા મંત્રીઓના સરકારી કામ સિવાય કોઈ પ્રવાસ ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.
તેમજ મંત્રીઓને આગામી બજેટ ના કામ ની સમીક્ષા કરવા સહિત કામગીરી પર ચર્ચા કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આગામી 2022 ના ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ત્યારે ભાજપ દ્વારા મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જવાબદારી સોંપવામાં આવી છે.
તમામ મંત્રીમંડળ ને સો ટકા પર્ફોર્મન્સ આપવાના નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે. ગુજરાતનું ઐતિહાસિક અને અત્યાર સુધી ક્યારેય ન જોયું હોય તેવું મંત્રી મંડળ ગુજરાત જ નહીં.
પરંતુ દેશના વિવિધ રાજ્યમાં ઈતિહાસ પર નજર નાખી ને તો આવું મંત્રીમંડળ ક્યારેય નહીં આવ્યું હોય. કેબિનેટ કક્ષાના 10 મંત્રીઓએ પદ અને ગોપનીયતાની શપથ લીધા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!