Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય / ગુજરાતના લોકો માટે અનામત... - GUJJUFAN

CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય / ગુજરાતના લોકો માટે અનામત…

કાર્યક્રમ જાહેરાત કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હવેથી દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા માટે વારંવાર ચેકઅપ કરાવવા માટે જરૂર પડશે નહીં. જ્યારે એસ.ટી.બસમાં મુસાફરી માટે હતા પાસ પણ હવેથી આ જીવનધોરણ અને માન્ય ગણવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું.

અને સરકારી કચેરીઓના ધક્કા ખાઇને વેદના વેઠવી પડતી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગતા નું પ્રમાણપત્ર આજીવન કરવાનો નિર્ણય કર્યો છે. તો તેમણે પેરા ઓલિમ્પિકસમાં ભારતને ગૌરવ અપાવનાર અને અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ભાવિના પટેલની સિદ્ધિને પણ યાદ કરી હતી.

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના લોકો મુખ્યમંત્રી નું સ્વાગત કર્યું હતું. જેમાં ભુપેન્દ્ર પટેલ ને સવાલ પૂછ્યા હતા કે, સીએમ બન્યા બાદ કેવું લાગે છે.

ત્યારે તેમને જવાબ આપતા જણાવ્યું હતું કે, સીએમ બન્યા બાદ મોસાળમાં પીરસનાર હોય તેવું લાગે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે સરકારની સાથે જે ટ્રસ્ટ ઊભા છે.

તેમને સરકાર સાથ આપે જ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેમનગર માં સૌરાષ્ટ્ર કેળવણી મંડળમાં ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમારંભ યોજાયો.

આ સમારંભમાં નવા નિમણૂક થયેલા સીએમ ઉપેન્દ્ર પટેલ નો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિકલાંગ વ્યક્તિને ત્રણ દિવસના કેમ્પ દરમ્યાન હાથ-પગ બનાવી આપવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *