નીતિન પટેલના ગઢમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યુ મોટું નિવેદન, રાજકારણમાં હલચલ

પ્રાકૃતિક ખેતી કરવા માટે પીએમ મોદીએ ભાર આપ્યો છે. રાસાયણિક ખાતરોથી બીમારીઓનો ખતરો રહે છે. પાણી બચાવો કે વીજળી બચાવો એ દેશની સેવા છે. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા ના પ્રવાસે છે. ત્યારે તેમના હસ્તે વિરપુર ખાતે 213 કરોડના ખર્ચે પામનાર બેરેજ નું ખાતમુરત કરવામાં આવ્યું છે.

એટલું જ નહીં વિવિધ વિકાસના કાર્ય નું પણ ખાતમુરત કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

પ્રાકૃતિક ખેતી કરવા માટે પીએમ મોદીએ ભાર આપ્યો છે. મહેસાણા ની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અપીલ કરી હતી.

તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શહેરમાં રહેલા લોકોને ખેતરમાં રાસાયણિક ખાતરોથી ખતરો ઉભો થઈ રહ્યો છે. તેમજ ખાતરોથી બીમારીઓનો સમસ્યા પણ વધી શકે છે.

તેમને ખેતી કરતા ખેડૂતોને લઇને કહ્યું હતું કે, શહેરમાં રહેતા લોકોને ખબર પડવી જોઈએ કે ખેતી કરવા માટે કેટલો પરસેવો પડે છે. પરંતુ આ વાત લોકોએ જાણવી જોઈએ.

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકોને પ્રાથમિક સુવિધા માટે અભિયાન ચલાવવા પડે છે.

મુખ્યમંત્રી અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, સામાન્ય લોકોને કામ માટે પણ ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. વિકાસના કામો માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *