Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો આદેશ / કહ્યું એવું કે તમામ મંત્રીઓ અને અધિકારીઓ માં પડઘમ.. - GUJJUFAN

CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો આદેશ / કહ્યું એવું કે તમામ મંત્રીઓ અને અધિકારીઓ માં પડઘમ..

ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં સૌથી મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કુદરતી આફતોમાં સહાયમાં વધારાથી માંડીને તમામ મંત્રીઓને સપ્તાહમાં બે દિવસ ગાંધીનગર માં હાજર રહી લોકોના પ્રશ્નો ધારાસભ્ય મારફતે ઉકેલવાનો મોટો નિર્ણય ભુપેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ સરકારના બે મુખ્ય પ્રવકતા બે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમ મંગળ મંત્રીઓને અચૂક ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે.

લોકોના પ્રશ્નો સાંભળવા માટે અધિકારીઓ પણ હાજર રહે એ માટે પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની આ પહેલથી લોકો અને કાર્યકર્તા તમામ મુદ્દા સીધા જ મંત્રીઓ સુધી પહોંચાડી શકાશે.

જેથી સરકારને આગળ કામ કરવામાં તેમજ ચૂંટણીલક્ષી ઢંઢેરામાં કયા મુદ્દા વધુ પડતા લોકોને પરેશાન કરી રહ્યા છે. તે અંગે પણ નિર્ણય લઇ શકાય. સરકારના આદેશ બાદ હવે આવતા સોમ મંગળ અને બુધવારે તમામ મંત્રીઓ અને અધિકારીઓની ફોજ ગાંધીનગરમાં જોવા મળશે.

લોકો પણ તેમણે પડતી મુશ્કેલીઓ સીધા જ મંત્રી અને મોટા અધિકારીઓ સુધી મને મંગળવાર ના ગાળા દરમિયાન રૂબરૂ મુલાકાત દ્વારા જણાવી શકશે.

સાથે જ અધિકારીઓને પણ કડક આદેશ આપી દેવામાં આવ્યું છે. કે વિભાગના અધિકારીઓએ પણ સોમવારે અને મંગળવારે અચૂક હાજર રહેવું પડશે.

સાથે જ કોઈ પણ કાર્યક્રમ માં સોમવાર મંગળવાર દરમિયાન ન જવાનો નિર્ણય પણ કેબિનેટમાં લેવાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *