સમાચાર

રાત્રી કરફ્યુ ને લઈને CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો.

ગુજરાતમાં શહેરોમાં કરફ્યુ ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યુ ફરીથી લંબાવી દેવામાં આવ્યું છે. રાજ્યના મોટા 8 શહેરો એટલે મનપામાં આ રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ મહામારીની બીજી લહેર નો અંત આવ્યો છે. ત્યારબાદ સરકારે એક નિયંત્રણ અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા છે.

જે અંતર્ગત રાજ્ય સરકારે અમદાવાદ સહિતના અાઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવવાની જાહેરાત કરી છે. 17 ઓગસ્ટ થી 28 ઓગસ્ટ સુધી શહેરમાં રાતના 11થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. 28 જુલાઈ 8 શહેરની રાત્રી કર્ફ્યુ માં રાહત આપી હતી.

આ પહેલા 28 જુલાઇના રોજ શહેરને રાત્રી કર્ફ્યુ માંથી એક કલાકની રાહત આપી હતી. તેમજ નિયમો સાથે ગણેશ ઉત્સવ ઉજવવાની પણ છૂટ આપી હતી.

આઠ મહાનગરો માં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢમાં આ કરફ્યુ લાગી લાગુ રહેશે.

નોંધનીય છે કે, આ સિવાય ગુજરાતમાં મહામારીની ગાઈડલાઈન તથા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો છે, તે બધા જ નિયંત્રણ અને નિયમો ચાલુ રાખવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *