ગુજરાત સરકારે જણાવ્યું હતું કે મંત્રીઓને પોતાના ક્ષેત્રમાં નીતિના અમલ ને લગતા બાબતોમાં વિચારવિનિમય કરવા માટે કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ સ્વતંત્ર હવાલા ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રીઓ ના અધ્યક્ષ પદ હેઠળ ધારાસભ્યોની 15 સ્થાયી સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિઓમાં રાજ્યના સંસદસભ્યોને આમંત્રિત સભ્યો તરીકે નિમણૂક આપવામાં આવી છે.
જેમાં સુધારા કરવામાં આવ્યા છે. તેમ સંસદીય બાબતોના વિભાગની યાદીમાં જણાવાયું છે જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી ના પરમ સમિતિમાં અહેમદ મોહમ્મદભાઈ પટેલને બદલે દિનેશચંદ્ર હેમલભાઈ અનાવાડિયા નામ દાખલ કરવામાં આવ્યું છે.
તેમજ દેવુસિંહ જેસીંગભાઇ ચૌહાણ ને બદલે સી.આર.પાટીલ નું નામ ઉમેરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની બરાબર સમિતિમાં આમંત્રિત સભ્ય તરીકે અભય ગણપતભાઇ ભારદ્વાજ ને બદલે નામ ઉમેરવામાં આવ્યું છે.
મહેસુલમંત્રી કૌશિક પટેલ ની પરામર્શ સમિતિમાં આમંત્રિત સભ્ય તરીકે સી.આર.પાટીલ ને બદલે શંકરજી ડાભી ધારાસભ્ય તરીકે દેવાભાઈ પુંજાભાઈ તથા નિમિષાબેન મનહરસિંહ સુથારનું નામ ઉમેરવામાં આવ્યું છે.
તેમ યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે. સીએમ વિજય રૂપાણી ની પરામર્શ સમિતિમાં આમ અલગ અલગ મંત્રીઓના અલગ અલગ સ્થાન આપવામાં આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!