રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા CM રૂપાણી નો મોટો નિર્ણય, ઉભા પાકને બચાવવા માટે આપ્યો આદેશ.
રાજયમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તેની સાથે તેની ચિંતામાં વધારો થયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદ ખેંચવાની પ્રવર્તમાન સ્થિતિમાં ખેડૂતોના પાકને બચાવવા રાજ્યના ડેમ જળાશયમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
તારીખ 30મી સપ્ટેમ્બર સુધી નો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખી ને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે તાત્કાલિક અસરથી પાણી છોડવા માટે રૂપાણી સરકારે જળ વિભાગને સૂચના આપી છે.
સીએમ વિજય રૂપાણી ના આ કિસાન ના હિતમાં નિર્ણય લઈને જળાશયોમાં થી પાણી છોડવાનો આદેશ આપ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાશે તેનો લાભ સમગ્ર રાજ્યના પાંચ લાખ હેક્ટર જમીન વિસ્તારને મળશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે જળસંકટ ઉભું થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વર્ષની શરૂઆતમાં ખુશ થયેલ વરસાદ થી ખેડૂતોનો પાક ઊતરવાની આશા હતી, તે હવે ચિંતા માં ફેરવાઈ ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 18 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. આ વખતે રાજ્યમાં વરસાદની સૌથી વધુ ઘટ પડી છે.
ઓગસ્ટના પહેલા બીજા અઠવાડિયા સુધીમાં તો પચાસ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. પરંતુ આ વર્ષે હજુ 12 ઇંચ સાથે સરેરાશ 36 ટકા જ વરસાદ નોંધાયો છે 44 ટકા વરસાદની ઘટ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!