ભાજપની ‘જન આશીર્વાદ યાત્રા’ પર CM ઉદ્ધવ ઠાકરેના મંત્રીએ કર્યા પ્રહાર, કહ્યું કે…
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આગામી તહેવારો ને ધ્યાન માં રાખી લોકોને મહામારી ના નિયમોનું ઉલ્લંઘન ન કરવાની અપીલ કરી છે. બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં મહામારીની લહેર સમાપ્ત થઈ નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં મહામારીની પહેલી અને બીજી લહેર ના નિયંત્રણ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. અને મહામારીમાં સફળતા મળી તેનું શ્રેય ડૉ, આરોગ્ય, કર્મચારી અને કામદારોને જાય છે.
તેમણે જણાવ્યું હતું કે, નિયમોનો ભંગ કરીને રાજકીય સામાજીક ધાર્મિક અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. પરંતુ કેટલાક લોકો આ સમજી શકતા નથી.
આ ઉપરાંત તેમને કહ્યું હતું કે, આગામી તહેવારો ને ધ્યાન માં રાખીને મહામારી ના નિયમોનું ઉલ્લંઘન ન થાય તે ધ્યાન રાખવું જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું જરૂરી છે.
ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે, આજે મહારાષ્ટ્રમાં મહામારીની સ્થિતિ નિયંત્રણમાં છે. અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તહેવારોની ઉજવણી એવી રીતે કરવામાં આવી જોઈએ કે, જેના કારણે મહામારીનું સંક્રમણથી ફેલાય નહીં.
અસલમ શેખે ભાજપની જન આશીર્વાદ યાત્રા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપના નેતાઓએ સમજવું જોઈએ કે, મહામારીનું સંક્રમણ યથાવત છે. તેથી કોઈપણ રાજકીય કાર્યક્રમો મહામારી ને ખુલ્લા આમંત્રણ સમાન છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!