CM વિજય રૂપાણીએ આ સમાજ માટે કર્યું મોટું કામ, કહ્યું કે આગળ પણ..
અમદાવાદમાં આજે સીએમ વિજય રૂપાણીના હસ્તે રબારી શાદી ડોટ કોમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. સાથે જ માલધારી સમાજ સ્કૂલ નું પણ ખાતમુરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ના નિવેદન આપ્યું હતું કે, 19મી સદીમાં બાહુબલી ટુ તેણે રાજ કર્યું. પણ એકવીસમી સદી શિક્ષકોની સદી રહેવાની છે.
ગૃહરાજ્યમંત્રી વધુમાં કહ્યું કે, આવશ્યકતા પડી ત્યારે રબારી સમાજ ભાજપ સાથે ઊભો રહ્યો છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રબારી સમાજ માટે આનંદનો દિવસ છે.
સાથે તેમને કહ્યું કે, હવે શિક્ષકનું યુગ છે જેથી આપણે લોકોને શિક્ષણ આપવાની જરૂર છે. વધુમાં મુખ્યમંત્રી રૂપાણી એ એવું પણ કહ્યું કે, પવન રબારી સમાજ ઉત્કર્ષ નું કેન્દ્ર બની રહ્યો છે.
સાથે જ તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પણ રબારી સમાજ પડકારોને છેલ્લી શકે તેમ છે. ઉપરાંત તેમને જણાવ્યું કે, રબારી સમાજે ગાયોની ભક્તિનો વ્યવસાય કર્યો છે. ગાયો ની ભક્તિ અને પૂજા રબારી સમાજની પરંપરા રહી છે.
મહિલાઓ મુદ્દે સી.એમ રુપાણી એવું પણ કહ્યું હતું કે, મહિલાઓ ની રક્ષા કરવામાં રબારી સમાજ નું યોગદાન સૌથી આગળ રહ્યું છે. ગાય, ગીતા અને દીકરી માટે રબારી સમાજ હંમેશા ન્યોછાવર રહ્યો છે.
તે વાત પણ તેમણે ઉલ્લેખ કર્યો સાથે તેમને કહ્યું કે, ગુજરાતમાં જ્યારે આફત આવી છે ત્યારે માલધારીઓ સાથે રહ્યા છે. સીએમ રૂપાણી એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, માલધારી સમાજ લાકડીથી કલમ તરફ આગળ વધી રહ્યો છે.
સાથે તેમને કહ્યું કે, સામાજિક એકતા છિન્નભિન્ન થશે. તો ગુજરાતનો વિકાસ પણ રુંધાઈ જશે. ઉપરાંત તેમને કહ્યું કે 50 ટકા ના ભાવે સરકારે માલધારી સમાજને જમીન આપી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!