કરો વધામણા, ફરી એકવાર સરદાર સરોવર ડેમ છલકાયો, વરસાદને લઈને હવામાન વિભાગે કરી નવી નકોર આગાહી..

નવરાત્રિના પહેલા દિવસે નર્મદા ડેમ છલકાઈ ગયો છે. ગુજરાતનો જીવાદોરી સમાજ ગણાતા સરદાર સરોવર ડેમ છલકાયો છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. આપેલા પણ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો હતો. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું સારો વરસાદ થયો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે.

થોડા દિવસ પહેલા પણ ડેમના પાંચ દરવાજા ખોલીને દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા 98 સેમી ખોલીને 1.80 લાખ ક્યુસેક પાણી છોડાશે.

પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને તકેદારી રાખવા વહીવટીતંત્ર અપીલ કરી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને કુલ 1.80 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. મહત્વનું છે કે, નર્મદા ડેમ ગુજરાત માટે જીવા દોરી સમાન છે.

આ પહેલા નર્મદા ડેમની જળ સપાટી 138 મીટર એ પહોંચી હતી. ત્યારે પણ નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. અને પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા ડેમ છલકાતા રિવરબેડ પાવર હાઉસ થકી દરરોજનું 3 કરોડ રૂપિયા નું વીજળી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

થોડા દિવસો પહેલા એટલે કે પાંચ સપ્ટેમ્બર ના રોજ પાણી છોડવામાં આવ્યું હતું. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું સારો વરસાદ થયો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે.

મહત્વનું છે કે, આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બર ના રોજ ડેમનું જળસ્તર 137 મીટર એ પહોંચ્યું હતુ. તે સમયે સરદાર સરોવર ડેમના 1,056 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. આ ડેમમાં પાંચ દરવાજા ખોલીને 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *