કોંગ્રેસે પ્રશાંત કિશોર ના હાથમાં સોંપ્યું ગુજરાત, આ કામ કરીને યુવાનોનું ખેંચી રહ્યા છે ધ્યાન
ગુજરાતના રાજકારણમાં પ્રશાંત કિશોર સક્રિય થયા છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ સાબિત થનાર છે. ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ચમત્કારની આશા રાખી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર રહ્યા બાદ આવનારા ચૂંટણીઓમાં સત્તા પર આવવાની અપેક્ષા સાથે, કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી વ્યૂહ રચના પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે.
ત્યારે હવે 2014ની ચૂંટણી બાદ પ્રથમ વખત પ્રશાંત કિશોર ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે.2014 ચૂંટણી બાદ ફરી એક વખત પ્રશાંત કિશોર એ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરવા જઈ રહ્યા છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી સક્રિય થયેલા પ્રશાંત કિશોર હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી યુવાનોને સમજી રહ્યા છે.
ડિજિટલ માધ્યમથી કરેલા શ્રી ગણેશ માં રસ ધરાવતા યુવાનો ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છે. રાજકારણ માં બેઠેલા પક્ષને અવારનવાર ઉભો કરનાર રણનીતિકાર પ્રશાંત કિશોર યુથ ઇન પોલિટિક્સ નામનું પેજ બનાવ્યું છે.
જેમાં રસ ધરાવતા યુવાનો ઓનલાઈન અરજી કરી રહ્યા છે. તેમાં મહત્વની વાત એ છે કે, રાજકીય ફિલોશિપ કાર્યક્રમમાં યુવાનોને જોડવા ગુજરાતમાં પોસ્ટ કરવામાં આવી રહી છે.
11 ઓગસ્ટના રોજ કોંગ્રેસ ધારાસભ્ય ની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી, જેમાં પ્રશાંત કિશોરને ગુજરાત માં કોંગ્રેસ ની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. જે બાદ હવે પ્રશાંત કિશોર ધીમે ધીમે ગુજરાતમાં સક્રિય થઇ રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!