કોંગ્રેસ નેતા અમિત ચાવડા નું મોટું નિવેદન કહ્યું કે, ભાજપે જનતાને..

ગુજરાતમાં ભાજપ સરકારને સત્તા પરિવર્તન થયું છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. તો બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ ની કેબિનેટમાં પણ તમામ નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નો રિપીટ થિયરી અપનાવી અને મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે.

તેની કેબિનેટમાં એક પણ અનુભવી મંત્રી નથી. તો બીજી તરફ ખેડા જિલ્લામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ની હાજરીમાં તાલુકા જિલ્લા આયોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અને આ કાર્યક્રમમાં કોંગ્રેસ ના આગેવાનોની હાજરીમાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારની નિષ્ફળતા છે.

તેના જ ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મુખ્યમંત્રી અને મંત્રીઓના રાજીનામા લઇ ને તેમના ચહેરા બદલવાનો પ્રયત્ન કર્યો છે.

સાથે તેમને જણાવ્યું હતું કે, આ જરા બદલવાથી સરકાર તેમની નિષ્ફળતા છૂપાવી શકશો નહીં. પ્રજાએ તેમને જે પાંચ વર્ષ માટે મેન્ડેડ આપ્યો હતો.

તે મેન્ટેનન્સ નો તમે અનાદર કરો છો એટલા માટે તમામ મોરચે નિષ્ફળ ગયેલી સરકાર આજે ચહેરો બદલવા પ્રયત્ન કરી રહી છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ છે. વિશ્વાસ સાથે શાસન સોંપ્યું હતું તે પ્રજા અત્યારે ભગવાન ભરોસે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *