કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ નું મોટુ નિવેદન / વિજય રૂપાણીનું રાજીનામું ભાજપની…

ગુજરાતના સીએમ વિજય રૂપાણી એ અચાનક રાજીનામું આપી દેતા બધાને ચોકાવી દીધા છે. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. બપોરે રાજ્યપાલને મળ્યા બાદ રૂપાણીએ પોતાનું રાજીનામું આપ્યું ત્યાર બાદ ભાજપ પર આરોપ લગાવ્યો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ બધું કરી રહી છે.

તેમને કહ્યું કે, આગામી વર્ષે ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. લોકોને ચૂંટણીનો સામનો કરવો પડે છે, તેથી એમ બદલીને તે લોકોની નારાજગી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી ગુજરાતના કોઈ કામ કર્યું નથી. હવે ચૂંટણીને એક વર્ષ બાકી છે. જો તેમને મુખ્યમંત્રી બદલાવા હોત તો તેઓ પહેલા જ બદલી નાખતા ત્યારે બદલ્યા જ્યારે ચૂંટણી માટે એક વર્ષ બાકી છે.

તેમણે લોકોને ગુસ્સાને શાંત કરવા અને તેમને છેતરવા માટે મુખ્યમંત્રીને હટાવી દીધા છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, ગુપ્ત રીતે સરકાર અને નેતાઓને બચવાનું કામ ચાલી રહ્યું છે.

સીએમએ કહ્યું હતું કે, તેઓ ગુજરાતનો ચહેરો નથી, પીએમ ચહેરો છે. હાર્દિક ના સવાલ ઉઠાવ્યો છે કે, જો પીએમ રાજ્ય નો ચહેરો છે. તો શું અહીંયા લોકો સમસ્યાઓ બતાવવા માટે પમે પાસે જશે ?

હાર્દિક પટેલે જણાવ્યું કે, બીજેપી સીએમને બદલીને બહાનું કરશે. જે લોકો કામ ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે. તો તેઓ કહેશે કે, સીએમ નવા છે. પરંતુ લોકો સ્માર્ટ છે.

તેમણે ઉત્તરાખંડમાં પણ આવું જ કર્યું કર્ણાટકમાં પણ આવું જ કર્યું, અને હવે ગુજરાતમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ને હટાવી દીધા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *