Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સભામાં આપ્યું વિવાદનીય નિવેદન, ચર્ચા એ પકડ્યો વેગ. - GUJJUFAN

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સભામાં આપ્યું વિવાદનીય નિવેદન, ચર્ચા એ પકડ્યો વેગ.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા પરેશ ધાનાણી અમદાવાદમાં જનચેતના યાત્રા દરમિયાન લોકોને સંબોધન કરતા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમની ભાજપને મત આપનારાઓને મુરખા કહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પણ પોલીસને સરકારની કટપુતળી કહી હતી.

પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પરેશ ધાનાણીએ સંબોધન કરતા કહ્યું છે કે, આપણે કમળ નું બટન નથી દબાવ્યું આપણને પેટ્રોલ 100 રૂપિયા મળે તો વાંધો નહીં.

તેમને કહ્યું કે આંખો વીચીને 25- 25 વર્ષથી કમળના બટન દબાવ્યા તેવા મૂર્ખાઓને તો પચાસ રૂપિયા લિટર પેટ્રોલ આપો.

આ ઉપરાંત ભરતસિંહ સોલંકીએ પણ પોલીસને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે જનતાને કહ્યું હતું કે, પ્રજા ઈચ્છી રહી છે અને સમજી રહી છે તમે બહાર નીકળો ગલીઓમાં આવો, પોળોમાં આવો, અને રસ્તા પર આવો, પોલીસ તો આવવાની છે, એ તો રહેવાની જ છે. એનું તો કામ છે.

આ બાબતે ભાજપ નેતા ભરત ડાંગરે જણાવ્યું હતું કે, સમજુ, શિક્ષિત પ્રજા તરીકે ગુજરાતીઓની ઓળખ હોય ત્યારે કોંગ્રેસ ને પોતાના કરતુંતો ના કારણે જનતા કોંગ્રેસને મત ન આપો, પણ જે જનતાએ ભાજપને મત આપ્યા છે તેને મુરખા કહેવા મને લાગે છે કે, કોંગ્રેસની આ માનસિકતા દર્શાવે છે. આ પ્રકારના નિવેદનો ગુજરાતની આ જનતા ક્યારેય પણ સહન નહીં કરે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *