કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી એ વિજય રૂપાણી ને લઈને આપ્યું મોટુ ચોંકાવનારું નિવેદન, જાણો.
છેલ્લા બે દિવસથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના સાંસદ નારાણ કાછડીયા વચ્ચે બોલા ચાલી ચાલી રહી છે. નીતિન પટેલ મથરા અને વિભીષણ વાળા નિવેદન પર ભાજપના નેતા અને સાંસદ નારણભાઇ કાછડીયા નિશાન તાકતા કહ્યું હતું કે, ગાંધીનગરમાં અમે આવીએ ત્યારે તો સામે પણ ન જોતા. કામ કરવાની વાત તો પછી રહી.
સમગ્ર મામલે વેગ પકડતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સંગઠનમાં આપણે ત્યાં આવું ન હોઈ શકે. સામે પક્ષે વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ કહ્યું કે, કાછડીયા નું નિવેદન નીતિનભાઈ માટે પડ્યા પર પાટા સમાન.
સાંસદ નારણભાઇ કાછડીયા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વચ્ચે વિવાદ મામલે પૂર્વ સીએમ વિજય રૂપાણી મોટું નિવેદન આપ્યું. તેમણે વિવાદ અંગે માત્ર કરતાં કહ્યું કે, નારણ કાછડિયા અને નીતિન પટેલ વચ્ચે વિવાદ દુર્ભાગ્યપૂર્ણ છે.
સંગઠનમાં આપણે ત્યાં આવું ન હોઈ શકે રાજકોટના પૂર્વ સરસંઘચાલક સાથે બેઠક બાદ વિજય રૂપાણી આ નિવેદન આપ્યું છે.
બીજી તરફ નારાયણ કાછડીયા અને નીતિન પટેલ ના વિવાદ પરેશ ધાનાણીએ નિવેદન સામે આવ્યું છે તેમને કહ્યું કે, કાછડીયા નું નિવેદન નીતિનભાઈ માટે પડ્યા પર પાટું સમાન છે.
ચૂંટણી આવે ત્યારે સાથલી યોજના યાદ આવતી હતી. જે હજુ પૂર્ણ થઇ નથી. નારાયણ કાછડિયા નો ઉપયોગ ભાજપના સ્થાપિત હિતો કરી રહ્યા છે. અપેક્ષા રાખું કે, ભુપેન્દ્ર પટેલની સરકારમાં નારાણભાઈ નું સાભાળવામાં આવશે
.નારાયણભાઈ ભુપેન્દ્ર પટેલ સરકાર સામે મોરચો માંડશે તો વિપક્ષ તેમની સાથે ખભેખભો મિલાવીને ઉભો રહેશે. સાથે જ નીતિન પટેલ પર નિશાન તાકતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના લોકો ચોર છે.
તેવા નીતિન પટેલના નિવેદનો નો વિરોધ કરવો જોઈએ હતો. નીતિનભાઈ ના નિવેદન નો જવાબ સૌરાષ્ટ્રની જનતા મત રૂપે આપશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!