કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ નો આક્ષેપ, AAP અને ભાજપનું શું છે કનેક્શન ?
આમ આદમી પાર્ટીની એન્ટ્રી ગુજરાતમાં થઇ ત્યારથી રાજનીતિ તેજ બની ગઇ છે. ત્યારે આપ ગુજરાત એન્ટ્રી ને લઈને શક્તિસિંહ ગોહિલ નું નિવેદન સામે આવ્યું છે કે, ચૂંટણી પહેલાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ કહ્યું છે.
બીજી તરફ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓની નિમણૂક ને લઈને અસમંજસતા જોવા મળી રહી છે. નવા પ્રદેશ પ્રમુખ પ્રભારી થી લઈને આખા માળખામાં ફેરફાર ની ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલશે, ત્યારે શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી છે.
આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થતાં જનતા સમક્ષ ત્રીજો વિકલ્પ આવી ગયો છે. આમ આદમી દિવસેને દિવસે પોતાની પાર્ટીનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે.
દિવસેને દિવસે આમ આદમી પાર્ટી લોકપ્રિય બની રહી છે, સાથે જનતાનો સાથ મળી રહ્યો છે. આના કારણે વિપક્ષ પાર્ટીની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટીને લઈને નિવેદન આપ્યું છે.
આ સિવાય કોંગ્રેસ છોડી બીજા પક્ષના નેતાઓને શક્તિસિંહ ગોહિલે સલાહ આપતાં જણાવ્યું છે કે, 2017ની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર 16 માંથી 2 ધારાસભ્યો જીત્યા હતાં, આમ પક્ષપલટો કરનાર ને જનતા નથી સ્વીકારતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!