Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભારે વરસાદને લઈને સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો, જળબંબાકાર વરસાદ.. - GUJJUFAN

ભારે વરસાદને લઈને સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો, જળબંબાકાર વરસાદ..

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વિપુલ પ્રમાણમાં થઈ રહી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે, જેને લઇને ડેમના દરવાજા નર્મદા ડેમની સપાટી 136 મીટર એ પહોંચી છે. ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઇન્દિરા સાગર ડેમમાંથી બહાર ગેટ 2.50 મીટર ખોલી 3,15,980 કયુસેક છે.

પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજની સ્થિતિ હાલ 4921 છે. સરદાર સરોવર નર્મદા ડેમના પાણીની આવક સતત વધી રહી છે

ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. જેથી ઇન્દિરા સાગર ડેમમાંથી બહારગેટ 2.50 મીટર ખોલી 3,15,980 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટી હાલ 136 મીટર છે,

પણ ઇન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક 1,92,246q છે. હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલી 1,00,000 પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે રિવર બેન્ડ પાવર હાઉસના છ વીજ મથક ચાલુ કરી 43,685 છોડવામાં આવશે,

તો નર્મદા કેનાલમાં 17,859 પાણી જોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ ની સ્થિતિ હાલ 4921 MCM છે. અગાઉ નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. જો કે હવે ડેમના તે દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

ભરૂચમાં સંભવિતપુર નું જોખમ ટાળવા માટે આખરે નર્મદા ડેમના તે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *