સમાચાર

સી.આર.પાટીલ નું વિવાદિત નિવેદન /ભાજપના જ કાર્યકર્તાઓને લીધા આડા હાથે, જાણો.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સી.આર. પાટીલે અધિકારીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. પાટિલે આજે વલસાડમાં અધિકારી સાથે દોસ્તી હોય તો તોડી નાખવાની વાત કરતા તમામને આશ્ચર્ય થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઇ પણ અધિકારી આવે તેની પાસે કામ લેવાનું અને પાર્ટીના પદાધિકારીઓ ને વધુ મહત્ત્વ આપવાની વાત કરતાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ વિશે માહિતી માહિતી પ્રમાણે ભાજપ પ્રમુખ શિયાળ પાર્ટીનું એક મહત્વનું નિવેદન આપતા ચર્ચાનો વિષય બન્યો છે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વલસાડમાં પાર્ટીના એક કાર્યક્રમાં પહોંચ્યા હતા.

વલસાડમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગ માં તેમને હાજરી આપી હતી, ત્યારે તેમને લોકોને સંબોધ્યા હતા. સી.આર.પાટીલના હસ્તે ભાજપના પેજ પ્રમુખને કાર્ડનું વિતરણ કરાયું હતું.

વલસાડમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપવા પહોંચેલા પાટીલ અને કાર્યક્રમમાં પાર્ટીના અન્ય નેતાઓ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર સાંસદ અને ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા.

કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન સી.આર.પાટીલ વિવાદિત નિવેદન સામે આવ્યું છે જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તેમને નિવેદન આપતા આવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓએ અધિકારીઓ સાથે દોસ્તી રાખવી જ નહીં.

જો અધિકારીઓ સાથે દોસ્તી હોય તો તોડી દેજો. અધિકારીઓ કરતા પાર્ટીના પદાધિકારીઓ અને વધારે મહત્વ આપવા કાર્યકર્તાઓને સીઆર પાટીલે સૂચન કર્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *