ગુજરાતમાં યૂથ કોંગ્રેસ માં વિવાદ, હાર્દિક પટેલ અને આ કોંગ્રેસના નેતા આવ્યા આમને-સામને

ચૂંટણી નજીક આવતા જ પ્રમુખ પદ માટે ધમપછાડા શરૂ કર્યા. વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરતા કોંગ્રેસમાં વાદ વિવાદ શરૂ થઇ ગયો છે. યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં બે ભાગ પડી ગયા છે. હાર્દિક પટેલ અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ગ્રુપ હવે આમને સામને આવી ગયું છે. જેમાં બંને પક્ષ પોતાના સમર્થકો માથી કોને પ્રમુખ બનાવવા તે મોટો પ્રશ્ન છે. યુથ કોંગ્રેસની ચૂંટણી લડવા કોંગ્રેસ નેતા માટે ઉજવણી કેવો પ્રશ્ન ઉભો થયો છે.

હાલમાં ઇન્દ્ર વિજયસિંહ ઉમેદવાર ઋતુરાજ ચુડાસમા પરેશ દેસાઈ અને અભય છે. તો બીજી તરફ હાર્દિક પટેલના સમર્થનમાં વિશ્વનાથ સિંહ વાઘેલા છે.

યુથ કોંગ્રેસની ચૂંટણીમાં સભ્યોની પસંદગી કરશે તેમને દિલ્હી ખાતે ઈન્ટરવ્યુ પણ ગોઠવવામાં આવશે. અને ત્યાર બાદ ગુજરાતનું પ્રમુખ તેને સોંપવામાં આવશે. 15 દિવસમાં 1લાખ 80 હજાર થી વધુ યુથ કોંગ્રેસ સભ્યો બનાવ્યા છે.

જેમાં એક સભ્યોની નોંધણી રૂપિયા 50 છે. ફી ભર્યા બાદ સભ્ય મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

આપ માં જોડાયેલા નિખીલ સવાણીએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો હતો.
આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નિખીલ સવાણીએ યુથ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ત્રણ વર્ષ મેમ્બરશીપ અભિયાન માત્ર રૂપિયા ઉઘરાવવા માટે થાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *