સમાચાર

લોકશાહી ની વાતો કરતી કોંગ્રેસમાં જ અંદરો અંદર વિવાદ, આ બે નેતા આમને સામને..

ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ ખાલી પડ્યું છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કચ્છ જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસની હાર બાદ રાજીનામું આપ્યું હતું. જેને કોંગ્રેસ હાઇકમાન્ડે સ્વીકારી લીધું હતું. ત્યારબાદ તેના પર માત્ર કાર્યકારી અધ્યક્ષ તરીકે બેઠેલા હતા ત્યારે પક્ષના ધારાધોરણ મુજબ કાર્યકારી પ્રમુખ કોઈ પણ નિર્ણય કે નિમણૂક કરી શકતા નથી.

ત્યારે લોકશાહીની ગીત ગાતી કોંગ્રેસ હવે થી ચાલી રહી હોય તેવી ઘટના બની રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા નું રાજીનામું સ્વીકારી ગયું હોવાથી તેઓ હવે પક્ષના પૂર્વ પ્રમુખ બની ચૂક્યા છે.

તેમ છતાં કોંગ્રેસનો કોઈ કાર્ય કરતા તેની સામે હરફ ઉચ્ચાર્યો શકતો નથી. ભરતસિંહ અને અમિત ચાવડા અહેમદ પટેલના ગયા બાદ હજી સુધી સત્તાનું સુકાન કોઈને મળવા દીધું નથી.

અને હાઈ કમાન્ડને દબાણમાં રાખીને નવા પ્રમુખની નિમણૂક થવા પણ દીધી નથી. આ બંને હાલમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા અલગ-અલગ વિખવાદો સર્જીને કોંગ્રેસના પાયાના કાર્યકર્તા કે મહત્વના નેતાઓને થવા દેતા નથી.

અને હાઈ કમાન્ડ નાક દબાવીને નવી નિમણૂક પત્ર થવા દેતા નથી. ભરતસિંહ અને અમિત ચાવડા કાર્યકાળ દરમિયાન ખાડે ગયેલ કોંગ્રેસે સારા નહીં પણ મારા માણસો ની નિમણૂક કરીને કોંગ્રેસ ને ખોખલી બનાવી દીધી હોવાનો આક્ષેપ લગાવીને ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા છે.

હાલમાં પણ કોંગ્રેસ હાઈ કમાન્ડ ની આંખે પટ્ટી બાંધીને આ બંનેની જુગલ જોડીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને નિમણૂકો આપવાની જરૂર રાખીને કોંગ્રેસમાં પોતાના માણસો ગોઠવી રહ્યા છે.

જેથી પોતાનો પક્ષ પ્રમુખ પદ પોતાની પાસે જ રાખી શકાય કોંગ્રેસી કાર્યકર્તા માને છે કે અમિત ચાવડા તો માત્ર મોહરો છે, ખેલાડી તો ભરતસિંહ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *