Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડમાં કપાસના ભાવ માં સૌથી મોટો ઉછાળો, ભાવ પહોંચ્યા 12,500 ને પાર - GUJJUFAN

સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડમાં કપાસના ભાવ માં સૌથી મોટો ઉછાળો, ભાવ પહોંચ્યા 12,500 ને પાર

કપાસના ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડ માં કપાસ નો મહત્તમ ભાવ 12,500 ભાવ પહોંચી ગયો છે. માર્કેટયાર્ડ માં કપાસ નો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોનો કપાસનો પાક ખેતરમાંથી લેવાઈ ગયો છે. પરંતુ ખેડૂતોને આશા છે કે હજુ પણ સારો ભાવ મળશે તે માટે ખેડૂતોએ પોતાનો પાક સંગ્રહ કરીને રાખ્યો છે.

અમરેલી માર્કેટયાર્ડ માં નીચો ભાવ 6,750 અને સરેરાશ ભાવ 10,000 રહ્યો છે. જેથી ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે. ખાતર ના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.

જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાતરના ભાવમાં 300 રૂપિયાનો વધારો કરાતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાઈ ગયું છે. પરંતુ કપાસના સારા એવા ભાવ બોલાતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.

વિસાવદર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો નીચો ભાવ 7,620 અને સરેરાશ ભાવ 9,880 રહ્યો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 8,850 લઈને 12,500 ભાવ બોલાય રહ્યો છે.

જ્યારે વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 8,500 થી લઈને 10,000 ભાવ બોલાતા ખેડૂતોની પડાપડી જોવા મળી રહી છે. કપાસના ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે.

જેથી કરીને ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે. કપાસ ની સિઝન લેવાઈ ચૂકી છે. પરંતુ ખેડૂતોને હજુ પણ પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે.

ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડમાં લાઈનમાં ઊભા રહી ગયા છે. માર્કેટયાર્ડમાં અગવડ ન થાય તે માટે માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતોને ટોકન આપવામાં આવી રહ્યા છે. અને ટોકન ના વારા પ્રમાણે ખેડૂતોનો પાક લઇ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *