Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાબડતોબ બેઠક, આ દિગ્ગજ નેતા રહેશે હાજર - GUJJUFAN

સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાબડતોબ બેઠક, આ દિગ્ગજ નેતા રહેશે હાજર

ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડની પ્રથમ બેઠક બોલાવવામાં આવી છે. રવિવારે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ બેઠક બોલાવવામાં આવશે. સી.આર.પાટીલ પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની હાજરીમાં બેઠક કરશે. સીએમના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ગુજરાત ભાજપ નવનિયુક્ત પાર્લામેન્ટરી બોર્ડની પ્રથમ બેઠકનું આયોજન આગામી રવિવારે ભુપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને કરવામાં આવશે.

આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. જેમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે

બે દિવસ પહેલાં જ નિરીક્ષકોએ જૂનાગઢમાં સેન્સની બેઠક લીધી હતી.આ બેઠકમાં જૂનાગઢ મનપાના હોદ્દેદારોના નામ નક્કી કરાશે તેમજ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન ના નામ પર મહોર લગાવવામાં આવશે.

મહત્વનું છે કે બે દિવસ પહેલાં જ નિરીક્ષકોએ જૂનાગઢમાં સેન્સ લીધી હતી. ત્યારે આ બેઠકમાં નિરીક્ષકો અને શહેર ના હોદ્દેદારોએ આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર રહેશે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે અને મહત્વના નિર્ણયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *