સી.આર.પાટીલે નામ લીધા વગર આ પાર્ટી પર કર્યા પ્રહાર, ચૂંટણી પહેલા ઝાડુવાળાએ બિસ્તરા પોટલાં બાંધી લીધા
અમરેલીમાં આજે સીઆર પાટીલે આપનું નામ લીધા પહેલા તેના પર જ પ્રહાર કરતાં કહ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઝાડુવાળાએ સફળતાથી બિસ્તરા પોટલા બાંધી દીધા હતા, સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ રાજુલામાં રેલવેની જમીન તેમજ બગીચા પડાવી લેવા માટે પણ પ્રયાસ કર્યો હતો.
ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ પ્રચાર અને પ્રસાર નું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી અંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું મહત્વ નું નિવેદન બહાર આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે જણાવ્યું છે કે, ૬વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ચૂંટણી લડવા માટે ટિકિટ નહીં આપવાનો નિર્ણય માત્ર નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂરતો જ મર્યાદિત હતો.
આ સિદ્ધાંત ધારાસભ્યોને લાગુ પડતો નથી મીડિયાના અહેવાલ મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એવી ચર્ચાનો દોર શરૂ થયો છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને શું ટિકિટ મળશે કે નહીં ?
તે પછી જો પાટિલે આજે આ પ્રતિક્રિયા આપી હોય તો તે ઘણી મહત્વપૂર્ણ છે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ ઉંમરના ઉમેદવારો અને જેવો બેથી ત્રણ ટર્મ સુધી કોર્પોરેટ રહી ચૂક્યા હતા.
તેવા તમામ ની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. અને સંપૂર્ણ પણે નવા ચહેરાની પસંદગી કરવામાં આવી હતી તેઓ સીઆર પાટીલે જાહેર કર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!