પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે પહેલા સોશિયલ મીડિયામાં અને પછી ન્યૂઝ ચેનલો સમક્ષ ઉચ્ચારણો કરનાર અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર પાટીલે ખખડાવ્યા નું કહેવાય છે. અનેક નિવેદન કર્યા બાદ ભાજપમાંથી જ ફ્રેન શરૂ થતા કાછડિયા મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો કહેવાય છે.
કે મોબાઈલ ઉપર અનુપલબ્ધ ઠપકો આપવા પાર્ટીને બીજા નેતાને કાછડીયા ના ઘરે મોકલ્યા અને હવે ચૂપ થઈ જવા માટે કહ્યું હતું. મુખ્યમંત્રીએ કેબિનેટ મંત્રીઓ તેમજ આઈએએસ અધિકારીઓને સૂચના આપી કે, તમારે સોમવારે અને મંગળવારે તમારી ઓફિસમાં હાજર રહેવાનું કોઈ મીટીંગ કે અન્ય કાર્યક્રમો રાખવા નહીં.
જે ધારાસભ્ય સાંસદ મળવા આવે તેને બહાર બેસાડવાના નથી. આજ રીતે વિવિધ શહેરોમાંથી પોતાના પ્રશ્નો માટે આવતા નાગરિકોને મળીને તેમના પ્રશ્નો સાંભળવાના રહેશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલે પણ એવો નિર્ણય કર્યો હતો. કે મંત્રીઓએ દર અઠવાડિયે કમલમમાં આવીને કાર્યકરોની રજૂઆતો સાંભળીને પ્રશ્નનો નિકાલ કરવો શરૂઆતમાં કૌશિક પટેલ અને જયદતસિંહ પરમાર સોમવારે હાજર રહ્યા હતા.
ત્યારબાદ મહામારીનું બહાનું ધરીને કોઈ મંત્રી હાજર રહેતા ન હતા. બેથી ત્રણ વખત મંત્રીઓએ વેચ્યો રીતે કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી પરંતુ ત્યારબાદ રજૂઆતો પણ સાંભળવામાં આવી નહોતી.
હવે મને મંગળવારે સભ્યો અને સામાન્ય પ્રજા માટે બાબુઓ અને મંત્રીઓ સમય કાઢે તેવા આદેશો અમલ કોણ અને કેવી રીતે કરાવશે ?
સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે પાર્ટીના આદેશ બાદ જે રીતે મંત્રીઓ કાર્યકરોની રજૂઆતો સાંભળવા આવતા નહોતા એ જ રીતે મંત્રીઓના આદેશ પણ ઘોળીને પી જવામાં આવે તો કોઈને નવાઈ નહીં લાગે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!