Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગુજરાતમાં ચૂંટણી ની તારીખ ને લઈને સી.આર.પાટીલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે યોજાશે.. - GUJJUFAN

ગુજરાતમાં ચૂંટણી ની તારીખ ને લઈને સી.આર.પાટીલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે યોજાશે..

ગુજરાતમાં આવેલી ચૂંટણીઓ થશે તેવી અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, ગુજરાતમાં નિયત સમયે ચૂંટણીઓ યોજાનાર છે. ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી પર સૌની નજર મંડાયેલી છે,

એવી જોર પકડ્યું છે કે, પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો ભાજપ તરફથી આવશે, તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની સમય કરતાં વહેલી યોજાઈ શકે છે.

વહેલી ચૂંટણી થવાની વાતનો છેદ ઉડાડતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ વિધાનસભાની ચૂંટણીઓ નિયત સમયે યોજાશે.

ભાજપના કાર્યકર વિધાનસભાની ચૂંટણીઓ માટે હર ઘડી સજ્જ છે. એટલે જ ચૂંટણીઓ જીતી રહી છે ચૂંટણીઓ સુધી ગુજરાતમાં વિકાસના કામો થશે.

વિકાસ જ ભાજપની પ્રાથમિકતા રહી છે કેન્દ્ર અને રાજ્યના વિકાસના કામો થી ગુજરાતની જનતા પ્રભાવિત છે. એટલું જ નહીં સમર્પિત પણ છે વહેલી ચૂંટણી યોજાશે તેવી રાજકીય અફવાઓનો પાટીલે છેદ ઉડાવ્યો છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બધી પાર્ટી એ પોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે તેવી અટકળો ને સી.આર.પાટીલે પૂર્ણવિરામ લગાવી દીધું છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *